પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”
તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી?
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.