સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.
પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.
તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.
પાઉલ અને એના સાથી શહેર-શહેર જાતા હતા ઈ નિયમોને, જે યરુશાલેમ શહેરમાં ગમાડેલા ચેલાઓ અને વડવાઓએ ઠરાવ્યા હતાં, એનુ પાલન કરવા હાટુ, વિશ્વાસી લોકોને પુગાડવામાં આવતાં હતા.