Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:3 - કોલી નવો કરાર

3 ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:3
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.


અને અંત્યોખના વિશ્વાસી લોકો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થાતા ગયા.


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”


તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.


તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.


ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.


ઈ વધારે આ વાતની હાટુ દુખી થયો તો, જે એણે કીધી હતી કે, હવે તમે મને પાછો ક્યારે પણ નય જોય હકો, તઈ તેઓએ એને વહાણ લગી પુગાડો.


હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.


રોમ શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ બહેનોએ હાંભળ્યું કે, અમે ન્યા આવી રયા છયી, તો ઈ અમને મળવા અને અમને રોમ શહેરમાં લય જાવા હાટુ આપ્પિયસ શહેરની બજાર અને ત્રણ સ્યાર શહેર લગી હામાં આવ્યા, જેને જોયને પાઉલે પરમેશ્વરનો આભાર માન્યો અને બોવ રાજી થયો.


જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા.


ઈ હાટુ જઈ સ્પેન જાય તો તમારી પાહે થયને જાય કેમ કે, મને આશા છે કે, આ યાત્રામાં તમને મળુ, અને હું તમારી સંઘતથી રાજી થય જાવ, હું ઈચ્છું છું કે, તમે મને મારી સ્પેન દેશની યાત્રા હાટુ મદદ કરો.


ઈ હાટુ કોય પણ એને અપમાનિત નો કરે, પણ શાંતિથી એને ઈ બધુય આપો જે એને પોતાની યાત્રા હાટુ જરૂરી છે કે, મારી પાહે આવી જાય કેમ કે, ઈ વિશ્વાસીયો ભાઈઓની હારે આવે છે.


હું લગભગ તમારી હારે રેય, કા હું આખો શિયાળો પણ ગાળય કે, જેથી મારે જ્યાં જાવાનું છે ન્યા તમે મને પુગાડો.


આની લીધે મારી યોજના આ હતી કે, હું તમારી પાહેથી થયને મકદોનિયા પરદેશમાં જાવ, અને ફરી મકદોનિયા પરદેશથી પાછા ફરીને તમારી પાહે આવું, અને તમે યહુદીયા પરદેશ તરફ મારી યાત્રા હાટુ મદદ કરી હકો.


ઝેનાસ યહુદી નિયમના શિક્ષક અને આપોલસ પોતાની મુસાફરી હાટુ નીકળે, તો તેઓની મદદ હાટુ જે કાય પણ તુ કરી હક, ઈ કરજે. નક્કી રાખજે કે, તેઓને પોતાની મુસાફરી હાટુ જે કાય પણ જરૂર હોય, ઈ તેઓની પાહે હોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ