Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:29 - કોલી નવો કરાર

29 એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:29
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક બીજાએ હોતન કીધું કે, “પરભુ, હું તારી વાહે આવય; પણ પેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા દયો.”


પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.


પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.


પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો.


અને જઈ મને બતાવવામાં આવ્યું કે ઈ લોકો આ માણસને મારી નાખવાની તૈયારીમાં છે, તો મે એને તરત તારી પાહે મોકલી દીધો, અને ઈ યહુદી લોકોને જેઓએ એના ઉપર આરોપ લગાડો છે, હુકમ આપ્યો કે તારી હામે એના ઉપર આરોપ લગાડે.


અને જઈ હું તમારી હારે હતો, અને મને રૂપીયાની કમી થય, તો મેં કોય ઉપર ભાર નથી નાખ્યો, કેમ કે મકદોનિયાથી જે ભાઈઓ આવ્યા સાથી વિશ્વાસીઓને મારી બધી જરૂરીયાતોને પુરી કરી, અને મેં દરેક વાતોમાં આ કોશિશ કરી કે, હું તમારી ઉપર બોજ નો બનું, અને આવનાર દિવસોમાં પણ હું એવી જ કોશિશ કરું છું.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.


પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.


હે બાળકો, એવી દરેક મૂર્તિઓથી દુર રયો જે તમારા હૃદયમાં પરમેશ્વરની જગ્યા લય હકે છે.


પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.


પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.


પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ