તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.
અને ઘણીય બધી વાતો છે જે હું તમને બતાવવા માગું છું, પણ હું એને આ રીતે એક પત્રમાં લખવા નથી માગતો. પણ મારી આશા છે કે, હું તમારી પાહે આવુ, અને મોઢામોઢ વાત કરું અને ફરીથી આપડે એક હારે બોવ રાજી થાયી.