પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.
પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.