Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:22 - કોલી નવો કરાર

22 તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:22
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ એને બે માણસોને ઉભા કરયા, એક બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (ઈ યુસ્તસ પણ કહેવાતો હતો), અને બીજો માથ્થીયસ.


સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.


પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.


તઈ તેઓના વિષે યરુશાલેમ શહેરની મંડળીના વિશ્વાસીઓએ હાંભળ્યું, તઈ તેઓએ બાર્નાબાસને અંત્યોખ શહેરમાં મોકલ્યો.


ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા.


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


ઈ હાટુ અમે એક-બીજા મળીને ઈ પાકું કરયુ છે કે, અમારામાંથી કેટલાક માણસોને ગમાડીને અને આપડા વાલા બાર્નાબાસ અને પાઉલની હારે તમારી પાહે મોકલે.


ઈ હાટુ અમે તમને આ બતાવવા હાટુ યહુદા અને સિલાસને મોકલી રયા છયી, કે, અમે તમારા સવાલ વિષે શું નિર્ણય લીધો છે.


ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


પછી તેઓ વિદાય લયને અંત્યોખ શહેરમાં પુગ્યા, અને મંડળીને ભેગી કરીને તેઓએ ઈ પત્ર આપી દીધો.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


પણ પાઉલે સિલાસને ગમાડયો, અને અંત્યોખીયાના વિશ્વાસી લોકોએ પરમેશ્વરને પાઉલ અને સિલાસની મદદ કરવાનું કીધું. પછી સિલાસને લયને પાઉલ ન્યાંથી નીકળ્યો.


જઈ એના શેઠે જોયું કે, આપડી લાભની આશા વય ગય છે, તો પાઉલ અને સિલાસને પકડીને શહેરના સોકમાં અધિકારીઓની પાહે ખેસીને લય ગયા.


લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરીને પરમેશ્વરનાં ભજન ગાય રયા હતાં, અને અપરાધીઓ ઈ હાંભળી રયા હતા.


તઈ ઈ દીવો મગાવીને અંદર ધોડયો, અને બીકથી ધ્રૂજતો પાઉલ અને સિલાસની આગળ પગમાં પડી ગયો.


વિશ્વાસી લોકોએ તરત રાતે પાઉલ અને સિલાસને બેરિયા શહેરમાં મોકલી દીધા, અને ઈ ન્યા પૂગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં ગયા.


તઈ વિશ્વાસી લોકોએ તરત પાઉલને દરિયા કાઠે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બેરિયા શહેરમાં જ રયા.


એમાંથી થોડાક યહુદી લોકોએ, અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓએ, અને બોવ બધીય આબરૂદાર બાયુએ વિશ્વાસ કરી લીધો, અને પાઉલ અને સિલાસની હારે ભેગા મળી ગયા.


જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.


જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા.


કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહ જેનો પરચાર મારો અને સિલાસ અને તિમોથી દ્વારા તમારી વસે પરગટ કરયો, એમા જે કાય પણ તમારાથી કેવામાં આવ્યું છે, એમા હાં અને ના બેય નથી પણ એમા ખાલી “હાં” છે.


આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહમા થેસ્સાલોનિકા શહેરની વિશ્વાસી લોકોની મંડળી હાટુ પાઉલ, સિલાસ અને તિમોથીની તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ