21 કેમ કે, જુના વખતથી શહેરે શહેરમાં ઈ મુસાના નિયમનો પરચાર કરનારા બન્યા છે, અને પેલા બતાવેલી સ્યાર વાતોને દરેક એક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વાસવામાં આવે છે.
અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,
નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”
યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.