12 તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.
ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.
જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.