Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:1 - કોલી નવો કરાર

1 પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:1
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ કારણથી મુસાએ તમને માણસની સુન્‍નત કરવાની આજ્ઞા દીધી હતી, ઈ હાટુ તમે વિશ્રામવારના દિવસે માણસની સુન્‍નત કરો છો. આ આજ્ઞા મુસાએ નથી દીધી, પણ તમારા વડવાઓથી હાલી આવે છે.


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્‍નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.”


તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.


કેમ કે, અમે એને આવું કેતા હાંભળ્યો છે કે, આ નાઝરેથ ગામનો ઈસુ મંદિરને પાડી નાખશે, અને ઈ રીતી રીવાજને બદલી નાખશે જે મુસાએ આપણને આપ્યા છે.”


એના સવુદ વરહ પછી હું બાર્નાબાસની હારે યરુશાલેમ શહેર પાછો ગયો અને તિતસને પણ હારે લેતો ગયો.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્‍નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો.


ઈ હાટુ કોયને પણ ખાવા પીવાનું કા તેવાર કા નવો ચાંદો કે, વિશ્રામવારના દિવસના વિષે તમને દગો અને ન્યાય કરવા નો દયો.


સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ