તઈ ઈ માંદા માણસે એને જવાબ દીધો કે, “પરભુ, મારી પાહે કોય માણસ નથી કે, જઈ પાણી હલાવવામાં આવે છે, જેથી ઈ મને કુંડમાં ઉતરવા હાટુ મદદ કરે, અને જઈ હું કુંડમાં ઉતરવાની કોશિશ કરું છું, તઈ હરેક વખતે મારી પેલા બીજો કોય માણસ કુંડમાં ઉતરી જાય છે.”
પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો.
અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.
મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.