શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.
પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.
પણ બાર્નાબાસ, પાઉલ અને ગમાડેલા ચેલાઓએ જઈ ઈ હાંભળુ તો ઈ બોવ હેરાન થય ગયા અને તેઓએ પોતાના લુગડા ફાડી નાખીયા અને ધોડીને લોકોના ટોળામાં ઘરી ગયા. અને હાદ પાડીને કેવા લાગ્યા.
પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.