Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 14:26 - કોલી નવો કરાર

26 અને ન્યાથી વહાણમાં બેહીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પુરૂ કરીને આવ્યા એની હારુ તેઓ પરમેશ્વરની કૃપામાં હોપાય ગયા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 14:26
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.


પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.


અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.


અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.


ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા.


પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.


અને એણે ઈ શહેરના લોકોને હારા હમાસાર હંભળાવી, અને બોવ બધાય ચેલા બનાવીને, લુસ્ત્રા અને ઈકોનીયા અને પિસિદિયા પરદેશના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.


અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.


પછી તેઓ વિદાય લયને અંત્યોખ શહેરમાં પુગ્યા, અને મંડળીને ભેગી કરીને તેઓએ ઈ પત્ર આપી દીધો.


પણ પાઉલે સિલાસને ગમાડયો, અને અંત્યોખીયાના વિશ્વાસી લોકોએ પરમેશ્વરને પાઉલ અને સિલાસની મદદ કરવાનું કીધું. પછી સિલાસને લયને પાઉલ ન્યાંથી નીકળ્યો.


અને હવે હું તમને પરમેશ્વરનાં, અને એની કૃપાના વચનને હોપી દવ છું, જે તમને વિશ્વાસમા મજબુત કરી હકે છે, પરમેશ્વર તમને આ વારસો દેહે, જે એણે બધાય લોકોને દેવાનો વાયદો કરયો છે, જેને એના દ્વારા પવિત્ર કરયા છે.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


પણ પછી એક દિવસ પિતર અંત્યોખ શહેરમાં આવ્યો, તો મારે બીજા વિશ્વાસુઓની હામેં એને ખીજાવું પડયું કેમ કે, જેમ ઈ જાહેર કરી રયો હતો ઈ ખોટુ હતું.


આ મંડળી હાટુ હું પરમેશ્વર દ્વારા હોપવામાં આવેલી સેવા હાટુ સેવક બનાવામાં આવ્યો છું કે, હું પરમેશ્વરનાં હારા હમાસારને પુરી રીતેથી શિખવાડી હકુ.


આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.


વળી આર્ખિપસને કેજો, “જે સેવા પરભુમાં તને આપી દીધી છે એને સાવધાનીથી પુરી કરજે.”


તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ