પ્રેરિતોનાં કૃત્યો 14:22 - કોલી નવો કરાર22 અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.” အခန်းကိုကြည့်ပါ။ |
પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.
મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.