પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા.
ઈકોનીયા શહેરમાં એવું થયુ કે, પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, અને ન્યા એવી સાક્ષી આપી કે, યહુદીઓ અને બિનયહુદી લોકોમાંથી ઘણાય બધાએ વિશ્વાસ કરયો છે.
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.
પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.
કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કીધું કે, “જે જે શહેરોમાં આપડે પરભુ ઈસુનું વચન હંભળાવ્યુ હતુ, આવો, પછી એમા જયને આપડા વિશ્વાસી લોકોને જોયી કે, તેઓ કેમ છે?”
મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.