Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 14:15 - કોલી નવો કરાર

15 “હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 14:15
67 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”


કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.


જે કોય માણસ પોતાની તરફથી બોલે છે, ઈ પોતાના વખાણ કરવા માગે છે, પણ જે માણસ એને મોકલનારાના વખાણ કરવા માગે છે ઈજ હાસો છે, અને એમા દગો નથી.


પણ પિતરે એને ઉભો કરયો એણે કીધું કે, “ઉઠ ઉભો થા કેમ કે, હું પણ માણસ જ છું.”


અમે તમને લોકોને આ હારા હમાસાર હંભળાવી છયી કે, પરમેશ્વરે આપડા વાડવાઓને જે વાયદો કરયો, ઈ વાયદાને


અને એણે ઈ શહેરના લોકોને હારા હમાસાર હંભળાવી, અને બોવ બધાય ચેલા બનાવીને, લુસ્ત્રા અને ઈકોનીયા અને પિસિદિયા પરદેશના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.


અને ન્યા હારા હમાસારનો પરચાર કરવા લાગ્યા.


અને એને બારે લીયાવીને કીધું કે, “હે ભલા માણસો, તારણ પામવા હાટુ શું કરું?”


“ભાઈઓ, મને આવી ખબર પડી છે કે, આ યાત્રામાં જોખમ અને બોવ મોટુ નુકશાન છે, ખાલી માલસામાન અને વહાણનું જ નય, પણ અમારા જીવનું પણ નુકશાન થાવાનુ છે.” ઈ હાટુ મારી સલાહ ઈ છે કે, આપડે વાવાઝોડાના આ વખતમાં આયા રોકાયને રાહ જોયી.


જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત.


ઈ હાટુ, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે મને પરમેશ્વર ઉપર પુરેપુરો વિશ્વાસ છે કે, જેવું મને કેવામાં આવ્યું છે, એવુ જ થાહે.


જઈ એણે આ વાત હાંભળી તઈ એણે; એક હારે જોરથી રાડ નાખીને પરમેશ્વરને પ્રાર્થનામાં કીધું, “હે પરભુ, તુ ઈ જ છો જે આભ, જગત, દરિયો અને જે કાય એમાનુ છે ઈ બધુય બનાવ્યું છે.


બીજા દિવસે ઈ જઈ એકબીજાની હારે બાધી રહ્યા હતાં, તો મુસા ન્યા ગયો, અને આ કયને એને ભેગા થાવાનુ હમજાવ્યું, “હે ભાઈઓ, તમે તો ભાઈઓ-ભાઈઓ છો, એકબીજાની હારે કેમ બાધો છો?”


તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


કેમ કે, ઈ લોકો તમારી વિષે બીજા લોકોને ઈ બતાવે છે કે, જઈ અમે તમારી પાહે આવ્યા તઈ તમે અમારો કેવો સ્વાગત કરયો, અને તમે કેવી રીતે મૂર્તિપૂજા મુકીને પરમેશ્વર તરફ વળ્યા, જેથી જીવતા અને હાસા પરમેશ્વરની સેવા કરો.


પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.


હે ભાઈઓ, સાવધાન રયો કે, તમારામાંથી કોયનું મન ખરાબ અને અવિશ્વાસી નો બને; જેથી જીવતા પરમેશ્વરનો નકાર કરી દેય છે.


એલિયા આગમભાખીયો પણ આપડી જેમ સુખ દુખ ભોગવનારો માણસ હતો, અને એણે પોતાના પુરા મનથી પ્રાર્થના કરી કે, વરસાદ નો વરહે, અને હાડા ત્રણ વરહ હુંધી ધરતી ઉપર વરસાદ નો પડયો.


એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


પછી મે ઈ હિંસક પશુને જોયો જે દરીયામાથી બારે આવ્યો હતો અને પૃથ્વીના રાજાઓ અને એની સેનાઓને જોય, ઈ ઘોડા ઉપર બેહેલા અને એના સિપાયોની વિરુધ યુદ્ધ કરવા હાટુ એક હારે આવ્યા.


પણ એણે મને કીધુ કે, “મારું ભજન નો કર, હું તો બસ તમારી જેમ પરમેશ્વરનો ચાકર છું! હું હોતન તમારી હારના વિશ્વાસી લોકોની જેમ ચાકર છું જે આગમભાખીયા છે, અને એવા લોકોની જેમ જે આ સોપડીના સંદેશાનુ પાલન કરે છે. એની કરતાં પરમેશ્વરનુ જ ભજન કર.”


“અમારા પરભુ પરમેશ્વર, તુ મહિમા પામવા હાટુ લાયક છે, તુ માન પામવાને લાયક છે, તુ સામર્થી છે કેમ કે, તે જ દરેક વસ્તુની સુષ્ટિ કરી. તમે માન્યું કે તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઈ હાટુ એની સુષ્ટિ કરી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ