14 પણ બાર્નાબાસ, પાઉલ અને ગમાડેલા ચેલાઓએ જઈ ઈ હાંભળુ તો ઈ બોવ હેરાન થય ગયા અને તેઓએ પોતાના લુગડા ફાડી નાખીયા અને ધોડીને લોકોના ટોળામાં ઘરી ગયા. અને હાદ પાડીને કેવા લાગ્યા.
જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.