12 તેઓએ બાર્નાબાસને ઝુસ દેવતા અને પાઉલને હેર્મેસ દેવતા કેતા હતા કેમ કે, પાઉલ મુખ્ય આગમભાખીયો હતો.
તઈ લોકોએ પાઉલના ઈ કામો જોયને, લુકોનીયાની ભાષામાં જોરથી રાડ નાખીને કીધું કે, “દેવતા માણસોના રૂપમાં આપડી પાહે ઉતરી આવ્યા છે.”
શહેરની બારે એક ઝુસ દેવતાના મંદિરનો પુજારી બળદ અને ફૂલોના હાર લયને શહેરના મોટા દરવાજા હુધી આવી ગયો, ઈ એવા લોકોની હારે ભળીને બલિદાન સડાવવા માગતા હતા.
તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી.