10 અને જોરથી રાડ નાખીને કીધું કે, “પોતાના પગ ઉપર સીધો ઉભો થયજા.” તઈ ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગ્યો.
તઈ ઈ પાહે આવીને ઠાઠડીને અડયો; અને કાંધિયા ઉભા રયા, તઈ ઈસુએ કીધું કે, “હે જુવાન, હું તને કવ છું કે, ઊભો થય જા!”
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું
પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”