ઈ હાટુ દેમેત્રિયસ અને એની હારે કારીગરોને કોયના વિરોધમાં કાય ફરિયાદ કરવી હોય તો, તો ન્યાયલયમાં જઈ હકે છે, અને એની ફરિયાદને હાંભળવા હાટુ અધિકારી પણ છે, ન્યા ઈ એકબીજાની ઉપર દોષ લગાડી હકે છે.
અને જેમ જાન્નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.