7 ઈ જાદુગર ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલની હારે હતો, જે એક બુદ્ધિશાળી માણસ હતો, અને રાજ્યપાલને બાર્નાબાસ અને શાઉલને પોતાની પાહે બોલાવીને પરમેશ્વરનાં વચન હાંભળવા મંડા.
ઈ હાટુ દેમેત્રિયસ અને એની હારે કારીગરોને કોયના વિરોધમાં કાય ફરિયાદ કરવી હોય તો, તો ન્યાયલયમાં જઈ હકે છે, અને એની ફરિયાદને હાંભળવા હાટુ અધિકારી પણ છે, ન્યા ઈ એકબીજાની ઉપર દોષ લગાડી હકે છે.