6 એની પછી તેઓએ બધાય ટાપુના શહેરોમાં યાત્રા કરી, અને છેલ્લે ઈ પાફોસ શહેરમાં પુગ્યા. ન્યા એને વસ્સે ઈસુ નામનો એક યહુદી માણસ મળીયો, જે જાદુગર અને ખોટો આગમભાખીયો હતો.
યરુશાલેમ જાતી વખતે, ઈસુ અને ચેલાઓ યરીખો નગરમાં આવ્યા, જેમ કે, ઈસુ અને એના ચેલાઓ અને બીજા લોકોની મોટી ગદડી શહેર છોડીને જાતી હતી, તઈ એક બાર્તિમાય નામનો આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠો હતો. ઈ તિમાયનો દીકરો હતો.
અને જેમ જાન્નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.
હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.
અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.