Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 13:48 - કોલી નવો કરાર

48 આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 13:48
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.


પણ અગ્યાર ચેલા ગાલીલ જિલ્લામાં, ઈ ડુંઘરા ઉપર ગયા, જ્યાં ઈસુએ તેઓને કીધુ હતું.


હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે.


મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે.


અને ખાલી યહુદી જાતિના લોકો હાટુ નય, પણ ઈ પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ પણ મરશે, જે આ જગતમાં વેરાયેલા છે, જેથી તેઓ ભેગા કરી હકે.


તઈ રાજ્યપાલે જે કાય થયુ હતું, એને જોયને પરભુના વિષે બોધ હાંભળીને સોકી ગયો અને ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


જઈ પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળતા હતાં, તઈ કેટલાક લોકો તેઓને વિનવણી કરવા લાગયા કે, આગળના વિશ્રામવારના દિવસે અમારે આ વાતો પાછી હંભળવી છે.


જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.


તેઓ પત્ર વાસીને ઈ સંદેશાની વાતોથી બોવ રાજી થયા.


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


તેઓ પરમેશ્વરની સ્તુતિ કરતાં હતાં અને દરોજ બોવ જાજા લોકો ઈસુ ઉપર વિશ્વાસ કરતાં હતાં અને પાછુ વિશ્વાસીઓના જૂથનો ભાગ બની રયાં હતાં.


પાઉલે આસોસ શહેરના હાટુ પગે હાલીને યાત્રા કરવાનો નિર્ણય કરયો, અમે બાકીના લોકો ન્યાંથી આગળ વયા ગયા, અને અમે ન્યાંથી એને પોતાની હારે વહાણમાં લેવા હાટુ વિસારતા હતા.


તઈ મે કીધું કે, “હે પરભુ, હું શું કરું?” પરભુએ મને કીધું કે, “ઉભો થા અને દમસ્કસ શહેરમાં જા, અને જે કાય તારે કરવા હાટુ ઠરાવામા આવ્યું છે, ઈ તને બધુય બતાવવામાં આયશે.”


તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.


એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.


દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રેવું કેમ કે, પરમેશ્વર તરફથી નો હોય એવો કોય અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે, ઈ પરમેશ્વરથી નિમાયેલા છે.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.


પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.


હું ઈચ્છું છું કે, તમે તે મહાન અને શકિતશાળી સામર્થ્ય વિષે જાણો જે પરમેશ્વરની પાહે આપડા હાટુ છે, જે મસીહ ઉપર વિશ્વાસ કરે છે. ઈ આપડી હાટુ શકિતશાળી સામર્થ્ય છે.


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


પરમેશ્વરનાં પ્રેમને લીધે આપણે ઈસુ મસીહની હાટુ એના દીકરાઓ બનીએ એવુ પરમેશ્વરે પાક્કું કરેલું હતું; એમા જ તેઓની ખુશી અને એની ઈચ્છા હતી.


છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ