47 કેમ કે, પરભુએ મને આ આજ્ઞા આપી છે, મે તને બીજી જાતિના લોકોની હાટુ અજવાળું ઠરાવ્યુ છે, જેથી તુ જગતમાં કોય પણ એક જગ્યાના લોકોને તારણના વિષે હંભળાવ.”
ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.
તઈ ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “જગતમાં દરેક જગ્યાએ જાવ અને બધાય લોકોની વસે હારા હમાસારનો પરચાર કરો.
ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.
અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.
પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
અને પરભુએ મને કીધું કે, “વયો જા, કેમ કે હું તને બીજી જાતિના લોકોની પાહે આઘો-આઘો મોકલય.”
કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે.
પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.