41 હે નિંદા કરનારાઓ, ધ્યાનથી હાંભળો, અને આશ્ચર્ય અનુભવો અને મરી જાવ કેમ કે, હું તમારા વખતમાં કાક એવુ કામ કરય કે, જો કોય તમને ઈ કામના વિષે કેય, તો તમે કોય દિવસ માનશો જ નય.”
અને ન્યા લોકો ઉભા રયને જોતા હતા. અને હવે અધિકારીઓ પણ ઈસુની ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા; જો ઈ એક ખાલી ગમાડેલો અને પરમેશ્વરનો મસીહ હોય તો ઈ પોતાને બસાવે.”
હું આ ઈ હાટુ કય રયો છું કેમ કે, હવે વખત આવી ગયો છે કે, પરમેશ્વર લોકોનો ન્યાય કરવાનું શરુ કરે અને પેલા ઈ લોકોનો ન્યાય કરશે જે એના છે કેમ કે, ઈ પેલા આપડે વિશ્વાસીઓનો ન્યાય કરશે, એવી ભયાનક વસ્તુઓની વિષે વિસારો જે ઈ લોકોની હારે થાહે, જે હારા હમાસારનું પાલન નથી કરતાં જે એનાથી આવે છે.