પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
એટલે પરમેશ્વરે એની હામેથી મોઢું ફેરવી લીધું અને તેઓને આભના સુરજ, સાંદો અને તારાઓને પોતાના પરમેશ્વરનાં રૂપમાં ભજન કરવા હાટુ ગમાડી લીધા, જેવું આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, હે ઈઝરાયલ દેશના લોકો, શું તમે વગડામાં સ્યાલીસ વરહ લગી પશુઓની બલી અને ધાનની બલી પણ મને જ કરતાં હતાં?
ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.