સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.
કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કીધું કે, “જે જે શહેરોમાં આપડે પરભુ ઈસુનું વચન હંભળાવ્યુ હતુ, આવો, પછી એમા જયને આપડા વિશ્વાસી લોકોને જોયી કે, તેઓ કેમ છે?”
સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.