Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 13:38 - કોલી નવો કરાર

38 ઈ હાટુ ભાઈઓ, અમે તમારી આગળ જે હારા હમાસાર પરગટ કરી છયી, ઈ તમારે હમજવુ જોયી કે એના લીધે તમને પાપોની માફી આપવામાં આવે છે. ઈસુ મસીહ દ્વારા જે વિશ્વાસી છે ઈ બધાય ન્યાયી ઠરશે. જેમા મુસાનો નિયમ પણ તમને ન્યાયી ઠરાવી હકે એમ નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 13:38
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”


તઈ પિતર ઈ અગ્યાર ચેલાની હારે ઉભો રયો અને જોરથી રાડ નાખીને કેવા મંડયો; હે યહુદીયા પરદેશ અને યરુશાલેમના શહેરના રેનારા લોકો, આ જાણી લ્યો અને ધ્યાન રાખીને મારી વાત હાંભળી લ્યો.


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


ઈ હાટુ તમે જાણો કે, પરમેશ્વરનાં આ તારણનો સંદેશ બિનયહુદી પાહે મુકવામાં આવ્યો છે, અને ઈ એને માનશે.


તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.


ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.


મસીહનું લોહી વહેવડાવવાના કારણે આપણને છુટકારો આપવામાં આવ્યો છે, જેથી આપડા પાપ માફ કરી દેવામાં આવ્યા છે, પરમેશ્વરની કૃપા બોવ જ મહાન છે જે એણે આપડી ઉપર દેખાડી છે.


એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો.


જેના લોહી દ્વારા પરમેશ્વરે અમને છુટકારો કા પોતાના પાપો માફ કરયા છે.


પણ હવે જેમ મસીહ વધારે હારા વચનોથી ઠેરાયેલો અને વધારે હારા કરારનો મધ્યસ્થી છે એમ તેઓને વધારે હારું સેવાનું કામ હોપવામાં આવ્યું છે.


નિયમ પરમાણે લગભગ બધીય વસ્તુઓને લોય છાંટીને સોખી કરવામાં આવે છે અને લોહી વહેડાવ્યા વગર પરમેશ્વર લોકોના પાપોને માફ નથી કરતા.


હે બાળકો, હું તમને ઈ હાટુ લખું છું કે, ઈસુ મસીહના કારણે તમારા પાપ માફ થયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ