ઈસુએ કીધું કે, “પાણાને કમાડેથી હટાવી દયો.” તઈ મરેલા લાજરસની બેન માર્થાએ એને કીધું કે, “પરભુ, એનામાંથી તો હવે ખરાબ વાસ આવતી હશે કેમ કે, એને મરા સ્યાર દિવસ થય ગયા છે.”
પછી પરમેશ્વરે એને કાઢીને દાઉદને ઈઝરાયલનાં લોકોનો રાજા બનાવ્યો, જેના વિષે એણે સાક્ષી આપી કે, “મને એક માણસ યિશાઈનો દીકરો દાઉદ મારી ઈચ્છા પરમાણે મળી ગયો, ઈ જ મારી બધીય ઈચ્છાઓને પુરી કરશે.”
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, જે મરી ગયા છે, એના વિષે તમે જાણો, એવુ નો થાય કે, તમે બીજા લોકોની જેમ દુખી થાવ, જેઓને આ આશા નથી કે, મરયા પછી પાછા જીવતા થય જાહે.