35 ઈ વાતો રાજા દાઉદ પણ ગીતશાસ્ત્રની સોપડીમા બીજી જગ્યા કેય છે, તુ આપડા પવિત્ર માણસને હડવા નય દેય.
પવિત્ર આત્માએ એને બતાવ્યું કે, પરભુ મસીહને જોયા પેલા તુ મરય નય.
જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.
હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.”
હનોખના વિશ્વાસના લીધે પરમેશ્વરે મોતનો અનુભવ થયા પેલા એને સ્વર્ગમાં લય લીધો. ઈ હાટુ લોકો એના મરેલા દેહને નથી ગોતી હકતા. જેમ શાસ્ત્રમાં લખેલુ છે, કે હનોખ સ્વર્ગમાં લય લીધા પેલા એણે પરમેશ્વરને રાજી કરયા.