સ્વર્ગદુતે એને જવાબ દીધો કે, “હું ગેબ્રીયલ છું, જે પરમેશ્વરની આગળ ઉભો રવ છું, અને તારી હારે શું થાહે એની વિષે હારા હમાસાર હંભળાવવા હાટુ મને મોકલવામાં આવ્યો છે.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
ઈ હાટુ ભાઈઓ, અમે તમારી આગળ જે હારા હમાસાર પરગટ કરી છયી, ઈ તમારે હમજવુ જોયી કે એના લીધે તમને પાપોની માફી આપવામાં આવે છે. ઈસુ મસીહ દ્વારા જે વિશ્વાસી છે ઈ બધાય ન્યાયી ઠરશે. જેમા મુસાનો નિયમ પણ તમને ન્યાયી ઠરાવી હકે એમ નથી.
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.
પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.