તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”
જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.
એનામાંથી થોડાક લોકો જેની મદદ તે કરી છે, તેઓએ આયની મંડળીના વિશ્વાસી લોકોને બતાવ્યું છે કે, તુ પોતાના સાથી વિશ્વાસી લોકોથી કેટલો પ્રેમ કરે છે, હવે મારે તને ઈ કેવાનુ છે કે, તુ ઈ લોકોની મદદ કરવાનું સાલું રાખ, જે તમને છોડીને બીજી જગ્યાએ જાવા માગે છે. આ જ કામ પરમેશ્વરને રાજી કરે છે.