28 ઈસુને મારી નાખવા લાયક સજા મળે એવુ કોય કારણ તેઓને નો મળ્યું, તો પણ તેઓએ પિલાતને વિનવણી કરી કે, એને મારી નાખવામાં આવે.
જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
પિલાતે ઈસુને પુછયું કે, “હાસુ શું છે?” આ ક્યને ઈ પાછો યહુદી લોકોના આગેવાનોની પાહે વયો ગયો અને તેઓને કીધું કે, મને તો એમા કાય ગુનો દેખાતો નથી.
તઈ પિલાતે પાછો બારે નીકળીને લોકોને કીધું કે, “જોવ, હું એને તમારી પાહે પાછો બારે લાવું છું, એનાથી તમે જાણી લેહો કે, મને એમા કાય ગુનો નો દેખાણો.”