Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 13:2 - કોલી નવો કરાર

2 જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 13:2
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ પ્રાર્થના અને ઉપવાસ વગર ઈ મેલી આત્મા નીકળતી નથી.


જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”


અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા.


ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી.


પિતર ઈ દર્શનની ઉપર વિસાર કરી રયો હતો કે, પવિત્ર આત્માએ એને કીધું કે, “જો, ત્રણ માણસો તને ગોતી રયા છે.


કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો.


તઈ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને એની ઉપર હાથ રાખીને પરમેશ્વરની સેવાની હાટુ મોકલ્યા.


શાઉલ અને બાર્નાબાસ પવિત્ર આત્માની સાક્ષીથી સિલુકિયા શહેરના દરિયા કાઠે વહાણ ઉતરવાની જગ્યાએ ગયા અને ન્યાંથી વહાણમાં બેહીને સાયપ્રસ ટાપુના સાલામિસ શહેરમાં વહાણ ઉતરવાની જગ્યાએ પુગ્યા.


અને ન્યાથી વહાણમાં બેહીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પુરૂ કરીને આવ્યા એની હારુ તેઓ પરમેશ્વરની કૃપામાં હોપાય ગયા હતા.


તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


અને પરભુએ મને કીધું કે, “વયો જા, કેમ કે હું તને બીજી જાતિના લોકોની પાહે આઘો-આઘો મોકલય.”


સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.


પણ અમે તો પ્રાર્થના, વચન પરચાર અને શિક્ષણ દેવામાં લાગેલા રેયી.”


તઈ પવિત્ર આત્માએ ફિલિપને કીધું કે, “પાહે જયને એના રથની હારે થયજા.”


પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


પાછુ તેઓને મોકલા વગર તેઓ કેવી રીતે પરચાર કરી હકે? જેમ લખ્યું છે કે, સંદેશો હંભળાવનારના પગલાં કેટલા સુંદર છે!


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


પણ પોતાની ઈચ્છા પરમાણે હરેકને કૃપાદાન વેસી આપનાર અને બધાય શક્ય કામ કરનાર ઈનો ઈ જ આત્મા છે.


ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.


મેં ઘણીયવાર રાતના ઉજાગરા કરીને, ખાધા વગર ભૂખ્યા અને તરસા રયને, શિયાળામાં અને થોડાક લુગડાંમાં બોવ દુખ સહન કરયુ અને બોવ જ મુશ્કેલીઓ સહન કરી.


માર ખાવામાં, કેદી હોવામાં, હુમલાઓમાં, દુખોમાં, ઉજાગરા કરવામાં, ભૂખા રેવામાં,


પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.


પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.


વળી આર્ખિપસને કેજો, “જે સેવા પરભુમાં તને આપી દીધી છે એને સાવધાનીથી પુરી કરજે.”


અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.


પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવાં હાટુ મને ગમાડેલો ચેલો અને શિક્ષક તરીકે નીમ્યો છે.


જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.


હવે ખાલી મારી હારે લૂક જ છે, એટલે જઈ તુ આવય તો માર્કને તારી હારે લેતો આવજે કેમ કે, સેવા કરવા હાટુ ઈ મારી મદદ કરી હકશે.


પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.


કોય પણ માણસ મોટો પ્રમુખ યાજક હોવાનું માન પોતે નથી ગમાડી હક્તો, પણ હારુનની જેમ ખાલી પરમેશ્વર જ મોટો પ્રમુખ યાજક બનવા હાટુ નિમણુક પામેલો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ