Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 13:15 - કોલી નવો કરાર

15 નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 13:15
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોમાંથી યાઈર નામનો એક માણસ આવ્યો, ને ઈસુને જોયને એને માન આપવા હાટુ એની હામે માથું નમાવીને ઘુટણે પડયો.


નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે.


“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”


યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.


કેમ કે, જુના વખતથી શહેરે શહેરમાં ઈ મુસાના નિયમનો પરચાર કરનારા બન્યા છે, અને પેલા બતાવેલી સ્યાર વાતોને દરેક એક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વાસવામાં આવે છે.


તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે.


તઈ બધાય લોકોએ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર મારયો, પણ ગાલિયોએ આ વાત ઉપર કોય પણ ઉપાદી નો કરી.


તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.


“હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.


તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”


તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.


ઈ બધાય પરદેશમા થયને વધારે ચેલાઓને ઉત્સાહિત કરીને ગ્રીક પરદેસ ન્યા આવ્યો.


“ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”


સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.


સ્તેફને જવાબ દીધો કે, “હે ભાઈઓ, અને વડવાઓ, હાંભળો આપડા વડવા ઈબ્રાહિમને હારાન ગામમાં આવીને રેવાની પેલા ઈ મેસોપોટેમિયા પરદેશમા હતો, ન્યા મહિમાવાન પરમેશ્વરે એને દર્શન દીધા.”


જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.


પણ જે કોય આગમવાણી કરે છે, ઈ લોકોને પ્રોત્સાહિત કરવા અને હિંમત આપવા મદદ કરે છે.


પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.


કેમ કે, જે અમારું શિક્ષણ અમે તમને હંભળાવ્યુ છે, એમા કોય ભરમાવવાની વાત, કા કોય ખોટો ઈરાદો, અને દગાની કોય વાત નથી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું તમને વિનવણી કરું છું કે, આ ધીરજ અને ધ્યાનથી સંદેશો હાંભળો જે મેં તમને પ્રોત્સાહન કરવા હાટુ ટુકમાં લખ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ