જઈ આ વાતની પિતરને ખબર પડી ગય, તો ઈ યોહાનની માં મરિયમની ઘરે આવ્યો, યોહાન જે માર્ક કેવાય છે, ન્યા બોવ બધાય વિશ્વાસી લોકો ભેગા થયને પ્રાર્થના કરી રયા હતા.
કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કીધું કે, “જે જે શહેરોમાં આપડે પરભુ ઈસુનું વચન હંભળાવ્યુ હતુ, આવો, પછી એમા જયને આપડા વિશ્વાસી લોકોને જોયી કે, તેઓ કેમ છે?”
આપડામાના કેટલાક ફ્રુગિયાના અને પમ્ફૂલીયા પરદેશના, અને બીજા મિસર દેશના અને કુરેની શહેરની નજીકના લીબિયા દેશના. હજી આપડામાના બીજા જેઓ રોમન શહેરથી યરુશાલેમ શહેર આવનારા બધાય યહુદી પ્રવાસી,
આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.