જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.
હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરી રયો હતો, તઈ હું બેભાન થય ગયો અને એક સંદર્શન જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતરી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રય છે.
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.