6 જઈ હેરોદ રાજા પિતરનો ન્યાય કરવા હાટુ લોકોની હામે લિયાવાના હતાં, એની પેલી રાતે જઈ પિતર બેય હાકળથી બાંધેલો બે સિપાયની વસમાં હુતો હતો, અને સોકીદારો કમાડની આગળ જેલખાનાની સોકીદારી કરી રયા હતા.
એની ધાકથી સોકીદારો ધરુજી ઉઠયા અને અધમરા થય ગયા.
ઘણાય દિવસ લગી પિતરને જેલખાનામાં બંધ રાખ્યો હતો, પણ મંડળીના લોકો એના હાટુ મન લગાડીને પરમેશ્વરને પ્રાર્થના કરતાં હતા.
તઈ સિપાય દળના સરદારે પાઉલની પાહે આવીને એને પકડી લીધો, અને બે હાકળૂથી બાંધવાની આજ્ઞા દઈને પૂછવા લાગ્યો કે, “ઈ કોણ છે અને એણે શું કરયુ છે?”
ઈ હાટુ મે તમને બોલાવ્યા છે કે, તમને મળું અને વાત સીત કરું, કેમ કે ઈઝરાયલ દેશના લોકોની આશા હાટુ જે મસીહ છે, જેના કારણે હું આ હાકળોથી બંધાયેલો છું”
“અમે જેલખાનું બોવ જ સાવધાનીથી બંધ કરયું હતુ; અને સોકીદારોને બારે દરવાજા ઉપર ઉભા જોયા, પણ જઈ અમે બાયણું ખોલ્યું તો અંદર કોય નોતુ.”
ઈ હાટુ હું હાકળોથી બધાયેલો રાજદૂતની જેમ સેવા કરી રયો છું પ્રાર્થના કરો કે, એવી જ રીતે મને બોલવાની તક મળે.
હું પ્રાર્થના કરું છું કે, ઓનેસિફરસના પરિવાર ઉપર પરભુ દયા કરે, કેમ કે, જઈ હું જેલખાનામાં હતો તઈ ઈ મારી પાહે આવવા હાટુ શરમાણો નય, પણ ઘણીય વખત આવીને મને હિંમત આપી.
ઈ હાટુ આપડે હિંમતથી કેયી છયી કે, “પરભુ, મારા મદદગાર છે, હું નય બીવ, માણસ મને શું કરી હકે?”