4 હેરોદ રાજાએ એને પકડીને જેલખાનામાં નાખી દીધો, અને એની સોકીદારી કરવા હાટુ, સ્યાર-સ્યાર સિપાયની સ્યાર ટુકડીઓ બનાવી, આ વિસારીને કે પાસ્ખા તેવાર પછી લોકોની હામે લયને એનો ન્યાય કરય.
તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો. અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો આ વાતની તપાસમાં હતાં કે, ઈસુને કેવી રીતે દગાથી પકડીને મારી નાખવો.
પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.
સિપાયોએ ઈસુને વધસ્થંભ ઉપર જડયા પછી, એના લુગડા લય લીધા અને સ્યાર ટુકડા કરયા, દરેક સિપાયોએ એક એક ટુકડા લય લીધા, પણ સિલાય વગર ઉપરથી લયને નીસેથી હુધી વણેલો હતો.
હું તમને હાસે હાસુ કવ છું કે, જઈ તુ જવાન હતો, તઈ પોતે તૈયાર થયને જ્યાં ઈચ્છા હોય ન્યા જાતો. પણ જઈ તુ ગવઢો થય જાય, તઈ તુ પોતાના હાથને ફેલાવય અને કોય બીજો તને તૈયાર કરશે, અને જ્યાં તુ નો જાવા માગે ન્યા ઈ તને લય જાહે.