જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.
છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો.