આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.
બધાય લોકોએ અજગરનું ભજન કરયુ કેમ કે એણે ઈ હિંસક પશુને પોતાનો અધિકાર આપ્યો હતો. તેઓએ ઈ હિંસક પશુનુ પણ ભજન કરયુ. તેઓએ કીધુ કે, “કોય બીજો આ હિંસક પશુની જેમ શક્તિશાળી નથી અને કોય પણ એની હારે બાધી હકતો નથી.”