હેરોદ રાજા તુર અને સિદોનના લોકોની માથે બોવ ગુસ્સે હતો, ઈ હાટુ ઈ શહેરના લોકો, બ્લાસ્તસ જે રાજાનું કામ હંભાળનારો માણસ હતો, એની સલાહ લયને રાજાની પાહે શાંતિ માંગવા હાટુ આવ્યો, કેમ કે ઈ દેશના લોકોનું ભોજન હેરોદના દેશમાંથી પુરું પાડવામાં આવતું હતું.
બીજા દિવસે, જઈ આગ્રીપા રાજા અને એની નાની બહેન બેરનીકે બોવ ધુમધામથી આવી, અને સિપાયના આગેવાનો અને શહેરના મુખ્ય લોકોની હારે સભામાં પુગીયા, તઈ ફેસ્તસે પાઉલને લીયાવાની આજ્ઞા દીધી.