ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.
હેરોદ રાજાએ એને પકડીને જેલખાનામાં નાખી દીધો, અને એની સોકીદારી કરવા હાટુ, સ્યાર-સ્યાર સિપાયની સ્યાર ટુકડીઓ બનાવી, આ વિસારીને કે પાસ્ખા તેવાર પછી લોકોની હામે લયને એનો ન્યાય કરય.
જઈ હેરોદ રાજા પિતરનો ન્યાય કરવા હાટુ લોકોની હામે લિયાવાના હતાં, એની પેલી રાતે જઈ પિતર બેય હાકળથી બાંધેલો બે સિપાયની વસમાં હુતો હતો, અને સોકીદારો કમાડની આગળ જેલખાનાની સોકીદારી કરી રયા હતા.