18 હવારમાં જેલખાનાના સિપાયોમા ધોડા-ધોડ થય ગય કે, પિતર ક્યા ગયો?
તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.
જઈ હેરોદ રાજાએ પિતરને ગોત્યો, પણ ઈ એને મળ્યો નય. તઈ એણે સોકીદારોની પુછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કરયો. પછી યહુદીયા પરદેશથી નીકળીને હેરોદ રાજા કાઈસારિયા શહેરમાં ગયો, અને ન્યા રયો.
જેલખાનાનો સોકીદાર જાગી ગયો, અને જેલખાનાના કમાડ ખુલા જોયને આ હમજ્યો કે અપરાધી ભાગી ગયા છે, ઈ હાટુ એણે તલવાર ખેસીને પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરી.
ઈજ વખતે પરભુના મારગમાં હાલનારા વિષે મોટો હુલ્લડ થયો.