16 પણ પિતર કમાડ ખખડાવતો જ રયો, તઈ એણે ખડકી ખોલી, અને એને જોયને સોકી ગયા.
જઈ એણે ખડકી ખખડાવી, તો રોદા નામની એક ચાકરડી જોવા આવી કે, કોણ છે.
તેઓએ એને કીધું કે, “તુ ગાંડી છે.” પણ એણે પુરા વિશ્વાસથી કીધું કે, “પિતર જ છે.” તઈ તેઓએ કીધું કે, “એનો સ્વર્ગદુત હશે.”
તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.