14 તઈ પિતરના અવાજને ઓળખીને, ઈ રાજી થયને કમાડ ખોલ્યા વગર જ ભાગીને અંદર ગય, અને કીધું કે, “પિતર કમાડની પાહે ઉભો છે.”
જઈ ઈ જગ્યાના લોકોએ એને ઓળખ્યો, તઈ તેઓએ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ માણસોને કયને મોકલ્યા અને તેઓ બધાય માંદાઓને એની પાહે લાવ્યા.
તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.
જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”