12 જઈ આ વાતની પિતરને ખબર પડી ગય, તો ઈ યોહાનની માં મરિયમની ઘરે આવ્યો, યોહાન જે માર્ક કેવાય છે, ન્યા બોવ બધાય વિશ્વાસી લોકો ભેગા થયને પ્રાર્થના કરી રયા હતા.
અને યહુદીયા પરદેશના યહુદી લોકોની મદદની હાટુ રૂપીયા આપ્યા પછી, બાર્નાબાસ અને શાઉલ, યોહાનને જે માર્ક કેવાય છે, એને હારે યરુશાલેમ શહેરમાંથી અંત્યોખ શહેરમાં પાછા આવી ગયા.
તેઓ સાલામિસ શહેરમાં પુગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરમેશ્વરનાં વચનનો પરસાર કરયો, યોહાન જે માર્ક કેવાય છે, ઈ તેઓની મદદ કરવા હાટુ તેઓની હારે હતો.
આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.
ઈ શહેર જેને આપડે કોક દિ બાબિલોન કેયી છયી ન્યાના વિશ્વાસીઓ, જેને પરમેશ્વરે એના થાવા હાટુ ગમાડીયા છે જેમ તમને ગમાડીયા છે. તમને લોકોને એની સલામ મોકલે છે. માર્ક, જે મારી હાટુ એક દીકરા સમાન છે, તમને લોકોને સલામ મોકલે છે.