9 તઈ બીજીવાર એણે આભમાંથી એવી વાણી હાંભળી, “જે કાય પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે, એને તુ અશુદ્ધ કેમા.”
કેમ કે, ઈ એના હૃદયમાં નથી, પણ પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે!” એવુ કયને, ઈસુએ કીધુ કે, બધોય ખોરાક ખાવાની લાયક છે.
પછી બીજીવાર એણે વાણી હાંભળી, “જે કાય પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે, એને તુ અશુદ્ધ કેમા.”
આપડે યહુદી લોકોના નિયમની વિરુધ છયી પણ પરમેશ્વરે મને બતાવ્યું છે કે, કોય પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ નો કવ.
ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.
તઈ મે કીધું કે, નય પરભુ નય, હું નય ખાવ કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોયદી નથી ખાધી.
અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.
કેમ કે, ઈ પરમેશ્વરના વચન અને પ્રાર્થનાથી બનાવેલી બધીય વસ્તુ સોખી બની જાય છે.