હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.