7 અને એક એવી વાણી હાંભળી કે, હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.
જઈ મે એક ધ્યાનથી જોયું, તો ધરતીનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જંગલી જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
તઈ મે કીધું કે, નય પરભુ નય, હું નય ખાવ કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોયદી નથી ખાધી.
કેમ કે, પરમેશ્વરે બનાવેલી બધીય વસ્તુઓ હારી છે, અને દરેક ખાવાની વસ્તુઓ ખાય હકી છયી, પણ એટલું છે કે, પરમેશ્વરનો આભાર માનીને ખાવું જોયી.